MORBi:મોરબી સિવિલ હોસ્પિટલમાં રજાના દિવસે પણ તબીબો ની ટીમ તૈયાર

MORBi:મોરબી સિવિલ હોસ્પિટલમાં રજાના દિવસે પણ તબીબો ની ટીમ તૈયાર
રીપોર્ટ મોહસીનશેખ દ્વારા મોરબી
મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટ ડોક્ટર પ્રદીપ દુધરેજીયા ના જણાવ્યા પ્રમાણે તારીખ૧૪/૦૧/૨૦૨૫ ને મંગળવારના રોજ મકરસંક્રાતિ નિમિત્તે રજાનો દિવસ હોય છે તો પણ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ માં તબીબોની ટીમ તૈયાર કરી રાખી છે તારીખ ૧૪/૦૧/૨૦૨૫ ને મકરસંક્રાંતિ નો તહેવાર કહેવાય છે અને આ તહેવારમાં લોકો પતંગ ઉડાડતા હોય છે અને એકા બીજા સાથે પેચ લડાવીને એકબીજાની પતંગો કાપતા હોય છે ત્યારે રોડ રસ્તા ઉપર નીકળતા લોકોને ઘણીવાર ઈજા પામતા હોય છે અને ત્યારે તેમને હોસ્પિટલ જવું પડે છે તો ત્યારે મકરસંક્રાંતિના દિવસે મોટા ભાગની હોસ્પિટલો બંધ હોય છે ત્યારે કોઈપણને ઈજા પામતી હોય છે તો તેને ધ્યાનમાં રાખીને મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટ ડોક્ટર પ્રદીપ દુધરેજીયાએ તાત્કાલિકના ધોરણે સારવાર મળે તેને ધ્યાનમાં લઈને મોરબી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ માં ડોક્ટરો ની ટીમ અને તમામ સાધન સામગ્રીની તૈયાર રાખેલ છે






