ANANDANAND CITY / TALUKOGUJARAT
આણંદની તમામ સરકારી ઓફીસોમાં પ્લાસ્ટીક ક્રશ કરવાના મશીનો મૂકાયા

તાહિર મેમણ – આણંદ – આણંદ શહેરને પ્લાસ્ટીક મુકત કરવાનો તંત્રએ ઝુંબેશ શરૂ કરી છે.ત્યારે કરમસદ આણંદ મનપાએ રેલ્વે સ્ટેશનની જેમ સરકારી ઓફીસર સહિત અન્ય જગ્યાએ પ્લાસ્ટીકની બોટલો ક્રશ કરવા માટે મશીનો મુકવામા આવ્યા છે.જે ટુંક સમયમાં કાર્યરત દેવાશે.પ્લાસ્ટીકની બોટલ ક્રશ થયા બાદ ઈનામની કૂપન પણ મળશે.
આણંદ મનપા ભવન,જીલ્લા સેવા સદન કલેક્ટર કચેરી,સર્કીટ હાઉસ સહિત અન્ય જગ્યાએ આણંદ મનપાએ પ્લાસ્ટીક બોટલો ક્રશ કરવાના મશીનો મુકી દીધા છે.ત્યારે પ્લાસ્ટીકની બોટલોને પુનઃ ઉપયોગ થાય નહીં અને પર્યાવરણ બચાવી શકાય તેવા અભિગમથી મશીન મુકવામા આવી રહ્યા છે.
પ્લાસ્ટીકની બોટલ ક્રશ કર્યા બાદ અન્ય વસ્તુઓ બનાવવા ઉપયોગી નિવડશે.સ્વસ્છતા અભિયાન અંતર્ગત મશીન મુકવામાં આવી રહેલ છે.જે ટૂંક સમયમાં વીજ જોડાણ સહિતની કામગીરી પૂર્ણ કરી કાર્યરત કરી દેવાશે.





