MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી નાસીકની કીનમેક્સ મશીનરી કંપનીને ૩૩.૧૬લાખ સાથે વ્યાજ ચુકવવા ગ્રાહક અદાલતે આદેશ કર્યો

MORBI મોરબી નાસીકની કીનમેક્સ મશીનરી કંપનીને ૩૩.૧૬લાખ સાથે વ્યાજ ચુકવવા ગ્રાહક અદાલતે આદેશ કર્યો

 

 

મોરબીના ગ્રાહકે નાસીકની કીન મેક્સ મશીનરી કંપની સામે ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. મશીન વોરંટી પીરિયડમાં ખામી આવતા આ કેસમાં ગ્રાહક અદાલતે ગ્રાહક તરફી ન્યાય ભર્યો ચુકાદો આપી નાસીકની કંપનીને રૂ.૩૩,૧૬,૯૮૦/- સાથે માસિક ૬% વ્યાજ અને રૂ.૧૦ હજાર અન્ય ખર્ચ સહિત ચૂકવવાનો આદેશ કર્યો છે.

મોરબીના અશ્વીનભાઈ એન. આઘારાએ પોતાની કંપની મારૂતિનંદન માટે નાસીકની કીન મેક્સ મશીનરી કંપની પાસેથી રૂ.૩૩,૧૬,૯૮૦/- કિંમતની મશીન ખરીદી હતી. ત્યારે વોરંટી પીરિયડ દરમિયાન મશીનમાં ખામી આવી હતી, અને આ માટે ગ્રાહક અશ્વિનભાઈ દ્વારા કીન મેક્સ કંપનીમાં વારંવાર રજુઆત કરવા છતાં કંપની તરફથી કોઈ ઉકેલ આપવામા આવ્યો ન હતો. આ કારણે અશ્વીનભાઈને ધંધામાં મોટું નુકસાન થયું હતું.જેથી ગ્રાહક અશ્વિનભાઈએ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ મોરબી ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. અદાલતે નાસીકની કંપનીને ગ્રાહક પ્રત્યેની બેદરકારી અને સેવામાં ખામી બદલ વધુ એક ગ્રાહક તરફી ચુકાદો આપી રૂ.૩૩,૧૬,૯૮૦/-ની રકમ તા.૧૭ ફેબ્રુ.૨૦૨૩ થી તેમજ રૂ.૧૦,૦૦૦/-ના ખર્ચના ૬% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે.આ સાથે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક માટે મહત્વની સુચના આપતા કહ્યું છે કે કોઈપણ ગ્રાહકને અન્યાય થાય, તો પોતાનો હક મેળવવા માટે લડત કરવી જોઈએ. કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો ગ્રાહક મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા:૯૮૨૫૭ ૯૦૪૧૨, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ:૯૩૭૭૪ ૯૯૧૮૫ તથા મંત્રી રામ મહેતા:૯૯૦૪૭ ૯૮૦૪૮ ઉપર સંપર્ક કરવો…

Back to top button
error: Content is protected !!