GUJARATMEHSANAVISNAGAR

વિસનગર ખાતે આવતા પ્રત્યેક કેદીને રાંધેલો ખોરાક(ભોજન) દિવસમાં બે ટાઈમ ( બપોર અને સાંજે) તથા ચા બે ટાઈમ જેલ ઉપર આવીને પુરા પાડવા માટે વાર્ષિક કોન્ટ્રાકટ આપવા જાહેરનામું બહાર પાડ્યું.

જાહેર હરાજી તા- ૦૭/૦૪/૨૦૨૫ દિવસ ના રોજ સમય બપોરના ૧૫:૦૦ કલાકે કચેરીમાં રાખવામાં આવેલ છે.

વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વિસનગર

વિસનગર શહેર અને તાલુકાના તમામ લોજ/હોટલ માલિકો તથા ભોજનનો કોન્ટ્રાક્ટ રાખવા ઈચ્છતા તમામે સબજેલ વિસનગર ખાતે તા- ૦૫/૦૪/૨૦૨૫ સુધી સીલબંધ કવરમાં ભાવો મોકલી આપવા જાહેરનામું બહાર પડેલ છે. સબજેલ વિસનગર ખાતે આવતાં કેદીઓને ૨૦૨૫-૨૦૨૬ ના વર્ષ માટે એટલે કે તા-૩૧/૦૩/૨૦૨૬ સુધીની મુદત માટે સબ જેલ વિસનગર ખાતે આવતા પ્રત્યેક કેદીને રાંધેલો ખોરાક(ભોજન) દિવસમાં બે ટાઈમ ( બપોર અને સાંજે) તથા ચા બે ટાઈમ જેલ ઉપર આવીને પુરા પાડવા માટે વાર્ષિક કોન્ટ્રાકટ શરતોને આધિન જેલ મેન્યુઅલથી ઠરેલ ધોરણે તેમજ સરકારશ્રીના વખતો વખતના હુકમ મુજબ જેલ ઉપર આવી આપી જવા અંગેના કોન્ટ્રાક્ટ આપવાની જાહેર હરાજી તા- ૦૭/૦૪/૨૦૨૫ દિવસ ના રોજ સમય બપોરના ૧૫:૦૦ કલાકે અહીની કચેરીમાં રાખવામાં આવેલી છે. તો રસ ધરાવતા ઈસમોએ તા- ૦૫/૦૪/૨૦૨૫ ના રોજ સાંજે ૧૮:૦૦ કલાક સુધીમાં સીલબંધ કવરમાં ભાવો સબજેલ સુપ્રિન્ટેન્ડન્ટ અને મામલતદાર વિસનગરને મોકલી આપવા અને જરૂરી જણાય તો તે દિવસે નેગોશીએશન કરવામાં આવશે. ખોરાકના પ્રમાણ જાતની વિગતો આ પત્રકમાં છે.
માંગણી કરનાર ઈસમોએ રૂા. ૫૦૦/- (અંકે પાંચસો રૂા.પુરા) ની ડિપોઝિટ ભરવાની રહેશે. હરાજીની શરતો પત્રકમાં સામે છે. તેમજ ચાલુ કચેરીના સમયે રૂબરૂ સ્થળ ઉપર વાંચી સંભળાવવામાં આવશે. ભાવપત્રક મોકલવાની છેલ્લી તારીખ : ૦૫-૦૪-૨૦૨૫ કચેરી સમય દરમ્યાન સુધી.
ભાવપત્રક ખોલવાની તારીખ/સમય :- ૦૭-૦૪-૨૦૨૫ સમય ૧૫:૦૦ કલાકે બપોરે
ભાવપત્રક મોકલવાનું સ્થળ :- એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ વ મામલતદાર કચેરી, તાલુકા સેવા સદન, દગલા રોડ , વિસનગર. જિ-મહેસાણા-૩૮૪૩૧૫ છે એમ સબજેલ સુપ્રિન્ટેન્ડન્ટ અને મામલતદાર વિસનગર જાહેરનામા માં જણાવેલ છે.

Back to top button
error: Content is protected !!