નરેશપરમાર. કરજણ,
કરજણ નજીક બંધ પડેલી મોર્ડન ફેકટરીના કમ્પાઉન્ડમાં એક કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનો નાશ કરાયો.
કરજણ પોલીસ તેમાંજ શિનોર પોલીસ સ્ટેશનના1.22 કરોડ ઉપરાંતના ઈંગ્લીસ દારૂના જથ્થાનો નાશ કરવામાં..
વડોદરાના કરજણ અને શિ નોર પોલીસ મથકની હદમાં વર્ષ ૨૦૨૪ – ૨૫ માં ઝડપાયેલા ગેરકાયદેસર જથ્થાનો પોલીસ અધિકારીઓની હાજરીમાં કરજણ નજીક આવેલી બંધ પડેલી મોર્ડન ફેકટરીનાકમ્પાઉન્ડમાં નાશ કરવામાં આવ્યો હતો. રચેલી કમીટીના અધ્યક્ષ, સભ્યો, પોલીસ થાણાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફની ઉ પસ્થીતીમા ઈગ્લીશ દારુના મુદ્દામાલ જેમા સને ૨૦૨૪ તથા ૨૦૨૫ ના ગુનામાં ઝડપાયેલી નાની મોટી બોટલો નંગ ૧૭૬૫૩૩ કિ ૧,૨૧,૮૪,૯૫૦ તથા બિયર ટીન નંગ – ૭૬૪ ૯૦૭૦૬ મળી કુલ નંગ – ૧૭૭૨૯૭ જેની કુલ કીમત રૂપિયા ૧,૨૨,૭૫,૬૫૬/- નો મુદ્દામાલ કંમ્પાઉન્ડમા જમીન ઉપર ગોઠવી તેના ઉપર રોડ રોલર ફેરવી ખોખા તથા બોટલો કચડી સળગાવી નાશ કરવામા આવ્યો હતો