MORBI:મોરબી છેલ્લા ત્રણ વર્ષથી ભણવામાં પહેલો નંબર લાવતી ગરીબ મા બાપની દીકરી!

MORBI:મોરબી છેલ્લા ત્રણ વર્ષથી ભણવામાં પહેલો નંબર લાવતી ગરીબ મા બાપની દીકરી!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી શહેરમાં ઘાંચી શેરી ફારૂકી મસ્જિદ સામે રહેતા સલીમભાઈ આંબલીયા ની દીકરી ધોરણ છ માં પહેલો નંબર આવતાં પરિવાર ની આંખ માં હર્ષાશ્રુ ઉભરાયા છે. આ દિકરી સુમિયા ચોથા ધોરણમાં પહેલા નંબરે પાસ થઈ હતી. પાંચમા ધોરણમાં પહેલા નંબરે પાસ થઈ હતી અને આ વર્ષે છઠ્ઠા ધોરણમાં પહેલા નંબરે પાસ થઈ છે. સલીમ ભાઈ મોરબી શહેરમાં ટોપી પટ્ટા અને નાનાં બાળકો નાં કપડાં વેચવાની લારી ચલાવે છે અને તેમાંથી પરીવાર નું ગુજરાન ચલાવે છે અને દિકરી સુમિયા નેં ભણાવે છે. દિકરી સુમિયા ઘર ની પરીસ્થીતી સમજી ને ખંતથી ભણતી હોય તેમનો કાયમ પહેલો નંબર આવે છે ધોરણ ચાર, પાંચ અને આ વર્ષે છઠ્ઠા ધોરણમાં પહેલા નંબરે પાસ થઈ છે પરીવારજનો એ ખુબજ હેત થી દિકરી સુમિયા નેં અભિનંદન અને આશીર્વાદ આપ્યા છે. દીર્ઘદ્રષ્ટિ ન્યુઝ- વાત્સલ્યમ્ સમાચાર ટીમ મોરબી પરીવાર પણ આ હોશિયાર દિકરી સુમિયા નેં અભિનંદન પાઠવે છે.







