HIMATNAGARSABARKANTHA

બેગલેસ શનિવાર અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોશીના તાલુકાની દેમતી મેરા પ્રાથમિક શાળા માં બિરસા મુંડા સ્કાઉટ ગાઇડ ટ્રુપ દ્વારા માસ ડ્રીલ,

અહેવાલ:- પ્રતિક ભોઈ

બેગલેસ શનિવાર અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોશીના તાલુકાની દેમતી મેરા પ્રાથમિક શાળા માં બિરસા મુંડા સ્કાઉટ ગાઇડ ટ્રુપ દ્વારા માસ ડ્રીલ, ધ્વજ વંદન વિધિ, તેમજ સ્થાનિક પર્યાવરણમાંથી પ્રાપ્ત વૃક્ષોના પાનમાંથી પડિયા પતરાળાં તેમજ ખજૂરીના પાનમાંથી વિવિધ પ્રકારના બુકે બનાવવામાં આવ્યા હતા.બાળકોના સર્વાંગી વિકાસ માટે સ્કાઉટિંગ પ્રવૃતિ શ્રેષ્ઠ છે. જેમાં બાળકને પ્રકૃતિની નજીક લાવવા સાથે મૂલ્યલક્ષી શિક્ષણ અને ચારિત્ર્ય નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ માટે શ્રેષ્ઠ છે એવું સ્કાઉટ માસ્ટર અતુલ ડામોર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!