GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા સ્નેહ મિલન તથા સત્કાર સમારોહ યોજાયો 

MORBI:મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા સ્નેહ મિલન તથા સત્કાર સમારોહ યોજાયો

 

રીપોર્ટ:શ્રીકાંત પટેલ-મોરબી

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા રામધન આશ્રમ ખાતે સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓ તથા દાતાઓનો સન્માન સમારોહ યોજાઈ ગયો છે જેમાં કેજી થી ધોરણ ૧૦ સુધીમાં ભણતા બાળકોને સંગીત ખુરશી, લીંબુ ચમચી, મેમરી ટેસ્ટ, જેવી રમતો રમાડીને નંબર એક થી ત્રણ આપવામાં આવ્યા હતા જે દરેક વિદ્યાર્થીઓને શાળાકીય કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જે જ્યારે મોરબી જિલ્લામાં વર્ષ-૨૦૨૫ માં જે સરકારી નોકરીમાં લાગ્યા છે તે દરેકને સન્માનપત્ર આપીને આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં કાયમી દાતાના સન્માન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ચંદુભાઇ હુંબલ, સંતો મહંતો સહિત સમાજનાં ઘણા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, મહામંત્રી મયુરભાઈ ગજીયા તેમજ કર્મચારી મંડળના મુખ્ય હોદ્દેદારોએ મોટી જેમ જ ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!