HIMATNAGARSABARKANTHA
એમ.એમ. ચૌધરી આર્ટસ કોલેજ,રાજેન્દ્રનગરમાં એન.એસ.એસ. વિભાગ દ્વારા શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી
અહેવાલ:- પ્રતિક ભોઈ
રાજેન્દ્રનગર કોલેજમાં શિક્ષકદિન ની ઉજવણી
એમ.એમ. ચૌધરી આર્ટસ કોલેજ,રાજેન્દ્રનગરમાં એન.એસ.એસ. વિભાગ દ્વારા તા.૪/૯//૨૦૨૫ના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.
જેમાં વિધાર્થીઓએ પ્રિન્સીપાલ, અધ્યાપકો તેમજ સેવકની ભૂમિકા ખૂબ સુંદર રીતે નિભાવી હતી. કાર્યક્રમના અંતે પ્રિન્સીપાલ તેમજ અધ્યાપકોએ પ્રતિભાવો રજૂ કર્યા. આયોજન પ્રોગ્રામ ઓફિસર ડૉ.મહેશ પટેલ અને ડૉ.પ્રજ્ઞેશ ત્રિવેદીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે ભાગ લીધેલ તમામ મિત્રોએ અલ્પાહાર કરી કાર્યક્રમને સંપન્ન કર્યો હતો.