MORBI:મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન બેઠક જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાઈ
MORBI:મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન બેઠક જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાઈ
સરકારના વિવિધ અભિયાન તથા જન કલ્યાણકારી યોજનાઓની યોગ્ય અમલવારી અર્થે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સૂચનાઓ આપી
મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મોરબીમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા, ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગતની કામગીરી તથા સ્વચ્છતા હી સેવા, નાણાકીય સંતૃપ્તિ અભિયાન, વિકાસ સપ્તાહ સહિત વિવિધ અભિયાનની અસરકારક અમલવારી તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત યોગ્ય કામગીરી સહિત વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા.
તેમણે જાહેર માર્ગો ઉપરના દબાણો તથા ગંદકી દૂર કરવાત તથા સરકારના બાકી લેણાની નાણાકીય વસૂલાત કરવા કડક સુચના આપી હતી. ઉપરાંત ગામ તળમાં રહેણાંક વિસ્તારમાં ક્યાં પણ ઉકરડા ન હોય તે બાબત સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. પાણીના ભરાવવા બાબતે માર્ગ અને મકાન વિભાગના નાળા સાફ કરવા તથા નેશનલ હાઇવેની આજુબાજુમાં આવેલ નાળાઓમાં પાણીનો નિકાલ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા તેમના વિભાગ અંતર્ગતની કામગીરી અન્વયે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ.ગઢવી, ડેપ્યુટી કલેક્ટર અને ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.