MORBI મોરબી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકોને અધિકૃત ઓળખરૂપે ઉપયોગી એવા આઈકાર્ડ તૈયાર કરી આપવામાં આવ્યા

MORBI મોરબી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકોને અધિકૃત ઓળખરૂપે ઉપયોગી એવા આઈકાર્ડ તૈયાર કરી આપવામાં આવ્યા
ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-૩ (નો.ક.)સરકારી કર્મચારી મંડળ, મોરબી જિલ્લાના પ્રમુખ શ્રી મેહુલ એચ. દેથરિયા તથા મહામંત્રી શ્રી હર્ષદ જી. બોડાના સંકલન અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ શિક્ષકો માટે મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
મોરબી જિલ્લાના માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મોતા સાહેબ દ્વારા જિલ્લાના શિક્ષકોને અધિકૃત ઓળખરૂપે ઉપયોગી એવા આઈકાર્ડ તૈયાર કરી આપવામાં આવ્યા છે.
આ કાર્ય માટે મંડળ દ્વારા રજૂઆત, સંકલન તથા સહયોગ કરવામાં આવ્યો હતો, જેના સકારાત્મક પરિણામરૂપે માનનીય જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કમલેશ મોતા સાહેબે સંવેદનશીલતા અને કાર્યક્ષમતાનો પરિચય આપીને શિક્ષકોના પ્રશ્નને પ્રાથમિકતા આપી યોગ્ય નિર્ણય લીધો.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-૩ (નો.ક.) સરકારી કર્મચારી મંડળ, મોરબી જિલ્લા તરફથી માનનીય જિલ્લાશિક્ષણ અધિકારી શ્રી કમલેશ મોતા સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમની પ્રશંસનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી. મંડળે આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં પણ શિક્ષકોના હિતલક્ષી પ્રશ્નોમાં તેમનો સહયોગ અને માર્ગદર્શન મળતું રહેશે.







