GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી જિલ્લા માહિતી કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે સફાઈ અભિયાન હાથ ધરાયું

MORBI મોરબી જિલ્લા માહિતી કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે સફાઈ અભિયાન હાથ ધરાયું

 

 

 

મોરબી જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓ, ભવનોમાં દરરોજ સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવતું હોય છે. જિલ્લા માહિતી કચેરી મોરબી ખાતે સહાયક માહિતી નિયામક સુશ્રી પારૂલબેન આડેસરાના માર્ગદર્શન હેઠળ સમાચાર શાખા, ટેકનિકલ શાખા અને વહીવટી શાખાના રૂમમાં સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ફાઈલ વર્ગીકરણ, પસ્તી નિકાલ, બારી અને ગ્રીલની સફાઈ, ટેબલ સફાઈ, ફાઇલ સ્ટેશનરી વર્ગીકરણ, કચરાનો નિકાલ, કચેરી સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી.

આ સફાઈ ઝુંબેશમાં જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ સુશ્રી જે.કે.મહેતા, શ્રી બળવંતસિંહ જાડેજા, શ્રી બી.વી.ફૂલતરીયા, શ્રી આનંદ ગઢવી, શ્રી કિશોરપરી ગોસ્વામી, શ્રી અજય મુછડીયાએ લીધો હતો

Back to top button
error: Content is protected !!