GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના વિવિધ ગામોની પ્રાથમિક શાળાઓ ના નવીન ઓરડાનું ખાત મુહૂર્ત સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા કરવામાં આવ્યુ
તારીખ ૨૧/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ચલાલી,નાંદરખા,ખરસાલીયા, વાછાવાડ,ભૂખી અને પરુણા ગામે પ્રાથમિક શાળાના મંજૂર થયેલ નવીન ઓરડાઓ નું ખાતમુર્હુત પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા કરવામાં આવેલ.કાર્યક્રમમાં મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ, માજી મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા,જીલ્લા પંચાયત ના સભ્ય કૃષ્ણકાંત પરમાર, પ્રવિણસિંહ ચૌહાણ તાલુકા પંચાયત સદસ્ય ડૉ કિરણસિંહ પરમાર અને વિવિધ શાળાના આચાર્ય વિદ્યાથીઓ ગામના સરપંચ અગ્રણીઓ ની હાજરીમાં કરાયુ હતુ.