GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડમાં કાલે અમાસે 12 જ્યોતિલિંગના દર્શન
MORBI:મોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડમાં કાલે અમાસે 12 જ્યોતિલિંગના દર્શન
મોરબી : શ્રાવણ માસમાં સાક્ષાત મહાદેવની કૃપા સમાન 12 જ્યોતિલિંગના દર્શનનો લાભ લેવો એ દરેક વ્યક્તિ માટે પોતાની જાતને ભાગ્યશાળી ગણવા યોગ્ય છે. ત્યારે મોરબીમાં ઘરેબેઠા શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં કાલે શ્રાવણ માસના છેલ્લા દિવસે એટલે સોમવારને અમાસના પવિત્ર દિવસે પંચમુખ રોકડીયા હનુમાનજી અને સોમનાથ મહાદેવ મંદિર દ્વારા એકસાથે 12 જ્યોતિલિંગના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આથી તમામ શિવભક્તો અને ધર્મપ્રેમી જનતાને 12 જ્યોતિલિંગના દર્શનનો લાભ લેવા આયોજકોની યાદીમાં જણાવાયું છે.