MORBI:મોરબી જિલ્લા પોલીસ દ્વારા નવા ત્રણ ફોજદારી કાયદાની સમજ માટે યોજાયેલ સ્પર્ધાનું પરિણામ જાહેર.
MORBI:મોરબી જિલ્લા પોલીસ દ્વારા નવા ત્રણ ફોજદારી કાયદાની સમજ માટે યોજાયેલ સ્પર્ધાનું પરિણામ જાહેર.
મોરબી જિલ્લાના યુવા એડવોકેટ મિતેષ દવે તેમાં તૃતિય ક્રમ સાથે વિજેતા બનેલ છે.ભારત સરકાર દ્વારા ભારતીય ન્યાય સંહિતા-2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023 આ ત્રણ નવા કાયદાને અમલમાં મૂકવામાં આવેલ છે તેની સમજ લોકોને આપવા માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓડિયો, વીડિયો તથા ચિત્ર સ્પર્ધા રાખવામા આવી હતી. આ સ્પર્ધા માટે તા 6 થી 15 જૂન સુધીમાં ચિત્ર, ઓડિયો અને વિડીયો સ્પર્ધાકે મોકલી આપવાના હતા. આ ત્રણેય સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વીડિયો સ્પર્ધામાં પ્રથમ સાક્ષી કોઠારી, દ્વિતીય ભાવિકા પારેખ અને તૃતીય મિતેષ દિલીપકુમાર દવે વિજેતા બનેલ છે અને આ વિજેતાઓના આગામી સમયમાં બે હજાર થી લઈને દસ હજાર સુધીના રોકડ ઇનામો આપવામાં આવશે તેના માટેની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.



