હાલોલની વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગના વિધાર્થીઓનુ શાળાના ગુરુજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૬.૨૦૨૫
ઉનાળા વેકેશન બાદ ગુજરાત રાજ્યમાં શાળા ના નવા શૈક્ષણિક સત્ર-2025-26 ની શરૂઆત થઈ ગઈ છે જ્યાં પંચમહાલ જિલ્લાના હાલોલ ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ અને કે.જી વિભાગ જેમાં જુ.કેજી.સી.કેજી.બાલ-વાટીકા અને ધો-1 થી 8 ના વિદ્યાર્થીઓ નું શાળા ના ગુરુજનો દ્વારા હર્ષો-ઉલ્લાસ સાથે ભવ્ય-સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં દરેક વિદ્યાર્થીઓનું નવું વર્ષ આરોગ્યમય અને હર્ષો-ઉલ્લાસ સાથે નીવડે તે માટે દરેક વિદ્યાર્થીઓ ના કપાળે કંકુ,ચોખા તિલક અને મો મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો ત્યાર-બાદ વિવિધ અલગ-અલગ વિષય ના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ને તેમના નવા-વર્ષ ના શાળા પ્રવેશ ભાગરૂપે વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આમ આ સમગ્ર વિદ્યાર્થી શાળા પ્રવેશ કાર્યક્રમમાં વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ સાથે કે.જી વિભાગ અને ધો-1 થી 8 ના સુપરવાઈઝર મિલનકુમાર શાહ વિદ્યાર્થીઓ સાથે રહી દરેક વિદ્યાર્થીઓ ને તેમના નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી દરેક વિદ્યાર્થીઓનું નવું વર્ષ હર્ષો-ઉલ્લાસ સાથે નીવડે તેવા શુભાષીશ પાઠવ્યા હતા.











