GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા વાસીઓ કિચન ગાર્ડન બનાવવું છે ? મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરો

 

MORBI:મોરબી જિલ્લા વાસીઓ કિચન ગાર્ડન બનાવવું છે ? મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરો

 

 

બાગાયત કચેરી, લાલબાગ ખાતે ભીંડા, ગુવાર, રીંગણ, મરચા, ચોળી, દુધી સહિત શાકભાજીના બિયારણ રાહતદરે ઉપલબ્ધ

મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા વિવિધ બાગાયતલક્ષી યોજનાઓ હેઠળ જિલ્લાવાસીઓને વિવિધ સહાય અને યોજનાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે કિચન ગાર્ડન બનાવવા માટે લાલબાગ ખાતે બાગાયત કચેરીએ વિવિધ શાકભાજીના બિયારણનું રાહત દરે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

સરકારશ્રીની બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં કેનિંગ અને કિચન ગાર્ડન યોજના અંતર્ગત શહેરીજનોને ઘર આંગણે કિચન ગાર્ડન ઊભા કરવાના હેતુસર ભીંડા, ગુવાર, રીંગણ, મરચા, ચોળી, પાપડી, દૂધી, તુરીયા, ગલકા, કાકડી, મુળા જેવા શાકભાજીના બિયારણ હાલ રાહત દરે ઉપલબ્ધ છે.

વધુમાં કિચન ગાર્ડનિંગને લગત માર્ગદર્શન પણ આ કચેરી ખાતે પૂરું પાડવામાં આવશે જેથી શાકભાજીના બિયારણ મેળવવા તેમજ માર્ગદર્શન માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી, ફોન નંબર ૦૨૮૨૨-૨૪૧૨૪૦ નો ( જાહેર રજાના દિવસો સિવાય) સંપર્ક કરવા મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!