GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર ની શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં”આપણી શાળા-આપણું સ્વાભિમાન’કાર્યક્રમ યોજાયો
તારીખ ૦૨/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે પહેલી સપ્ટેમ્બરના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત ‘ આપણી શાળા – આપણું સ્વાભિમાન’ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સ્થાનિક શિક્ષણવિદ અને નિવૃત્ત શિક્ષક ભરતભાઈ પંડ્યા દ્વારા શાળા રાષ્ટ્ર નિર્માણનો આધાર’વિષય પર વિદ્યાર્થીઓને ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળાને એક સંસ્થા નહીં પરંતુ સંસ્કાર,સેવા અને સમર્પણનું તીર્થ ગણી તેનું ગૌરવ વધારવા,સ્વચ્છ રાખવા,ભેદભાવ રહિત વાતાવરણ બનાવવા તથા ચારિત્ર્ય નિર્માણ,સ્વ વિકાસ અને સમાજ સેવાના માર્ગ પર આગળ વધવા માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા.