MORBI:મોરબી જીલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૯૫.૪૦ ટકા પરિણામ જાહેર! સરસ્વતી ભગવતી વિદ્યાલય બરવાળા નું સો ટકા પરિણામ!

MORBI:મોરબી જીલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૯૫.૪૦ ટકા પરિણામ જાહેર! સરસ્વતી ભગવતી વિદ્યાલય બરવાળા નું સો ટકા પરિણામ!
રીપોર્ટ: શ્રીકાંત પટેલ-મોરબી
સમગ્ર ગુજરાત રાજ્ય માં આજે
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાનું ૯૫.૪૦ ટકા જેટલું સારું પરિણામ જોવા મળી રહ્યું છે. જેમાં સરસ્વતી ભગવતી વિદ્યાલય બરવાળા નું સો ટકા પરિણામ આવ્યું છે.
આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં મોરબી જીલ્લાનું કુલ પરિણામ ૯૫.૪૦ ટકા રહ્યું છે જીલ્લામાં ૧૯૧ વિદ્યાર્થીઓએ એ-૧:ગ્રેડ, ૧૦૬૪ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે મોરબી જીલ્લાનું ૯૫.૪૦ ટકા જેટલું ઝળહળતું પરિણામ આવ્યું છે. જ્યારે બરવાળા રાજેન્દ્ર કેળવણી મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યાલય બરવાળા માં સામાન્ય પ્રવાહનું સો ટકા પરિણામ આવ્યું છે. જેમાં ૪૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને ૪૨ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે તેવું આ સંસ્થા નાં પ્રમુખ જયંતીભાઈ જયરાજભાઈ પટેલે જણાવ્યું હતું. અને પ્રમુખ અને ટ્રસ્ટીઓ એ સફળ થયેલા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અહીં એ વાત જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ આ સરસ્વતી ભગવતી વિદ્યાલય બરવાળા ની સુવર્ણ જયંતિ ઉજવાઇ હતી.









