BODELICHHOTA UDAIPUR

મોટી બુમડી PHC દ્વારા MDI પ્રાથમિક શાળમાં આરોગ્ય ચેક-અપ કેમ્પ સંપન્ન

  1. એમ.ડી.આઈ.પ્રા શાળા અને ખત્રી વિદ્યાલયમાં મોટી બુમડી PHC સબ સેન્ટર આલિખેરવાના અલીપુરા વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ આરોગ્ય સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે યોજાયો જેમાં RBSK MO ડૉ. શિલ્પા રાઠવા એ પોતાની તબીબી ટીમ સાથે વિદ્યાર્થીનું વ્યક્તિગત ચેક-અપ પૂર્ણ કર્યું. જેમાં રુટિન સ્ક્રીનિંગ અંતર્ગત દ્રષ્ટિ પરીક્ષણ, દાંત અને કાનની તપાસ, હિમોગ્લોબિન ચેક, BMI માપન, સામાન્ય તંદુરસ્તી નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં આરોગ્ય અંગે જાગૃતિ વધારવા માહિતીપ્રદ ચર્ચા પણ યોજાઈ PHC સેન્ટરની તબીબી ટીમે બાળકોની તંદુરસ્તીનું સચોટ નિરીક્ષણ કરી જરૂરી સલાહો આપી. શાળાના સંચાલન અને સ્ટાફે આ આરોગ્યલક્ષી સેવા માટે આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં આવી યોજનાઓ સતત ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી. આ તકે શાળાના આચાર્ય યુ.વાય. ટપલા દ્વારા તબીબી ટીમની ઉપસ્થિતિમાં બજારમાં વેચાતા વગર ઢાંકયા ખોરાક થી લઈ ઘરે બનતી વાનગીઓ નો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લેવડાવવાની સાથે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા આહવાન કર્યું.
  2. રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!