આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે વય નિવૃતિ સમારોહ યોજાયો.
26 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે વય નિવૃતિ સમારોહ યોજાયો.
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે કાર્યરત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે તારીખ 26 ઓક્ટોબર 2024 ના કા.કલાર્કશ્રી સોમાભાઈ ડી.ચૌધરીનો વય નિવૃતિ સમારોહ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગુ.રા.મા.શિક્ષક સંઘ મહામંડળના પૂર્વ પ્રમુખશ્રી તથા ગુ.મા.અને ઉ.મા. શિ.બોર્ડના પૂર્વ સભ્યશ્રી અને સમારંભના અધ્યક્ષશ્રી દિનેશભાઈ ચૌધરી, કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી ડો.વી.વી.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડો.સુરેશભાઈ ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી તથા હોદ્દેદારશ્રી જેસંગભાઈ ચૌધરી, શ્રી વિષ્ણુભાઈ ચૌધરી, શ્રી ખુમજીભાઈ ચૌધરી, શ્રી જયંતિભાઈ ચૌધરી, પ્રિન્સિપાલશ્રી, આદર્શ શૈક્ષિણક સંકુલના સ્ટાફ મિત્રો અને કા.ક્લાર્કશ્રી સોમાભાઈ ડી.ચૌધરીના સગા સંબંધીઓ, સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાગીતથી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીએ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો. તથા સમારંભના અધ્યક્ષશ્રી દિનેશભાઈ ચૌધરીનું સાલ તથા બુકેથી સ્વાગત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શિક્ષકશ્રી ભગુભાઈ વી.ચૌધરી દ્વારા સન્માનપત્રનું વાંચન કર્યા બાદ કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા હોદ્દેદારશ્રીઓના વરદ્ હસ્તે કા.કલાર્કશ્રી સોમાભાઈ ડી.ચૌધરીને શ્રીફળ, સાકર તથા સાલથી સન્માનિત કરી સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આદર્શ વિદ્યાલયના સ્ટાફ મિત્રો દ્વારા પણ શ્રીફળ, સાકાર, સાલ તથા ચાંદીનો સિક્કો આપવામાં આવ્યો હતો તથા આદર્શ શૈક્ષણિક સંકુલના અન્ય સ્ટાફ મિત્રો દ્વારા વિવિધ ભેટ-સોગાદો આપવામાં આવી હતી. સગા-સંબંધીઓ અને સ્નેહીજનોએ પણ શ્રી સોમાભાઈ ડી.ચૌધરીને આ પ્રસંગે સન્માનિત કર્યા હતા.પ્રાસંગિક પ્રવચનમાં સમારંભના અધ્યક્ષશ્રી દિનેશભાઈ ચૌધરીએ તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, શાળા સમિતિના પ્રમુખશ્રી તથા અન્ય મહાનુભાવોએ અને શાળાના આચાર્યશ્રીએ કા. કલાર્કશ્રી સોમાભાઈ ડી. ચૌધરીની સેવક થી શરૂ કરીને કા.ક્લાર્ક તરીકે શાળામાં બજાવેલ ફરજો, કર્તવ્ય નિષ્ઠા, વહીવટી કોઠાસૂઝ તથા સામાજિક દૃષ્ટિકોણને બિરદાવી તેમનું શેષ જીવન સુખ, સમૃધ્ધ અને નિરામય તથા દીર્ઘાયુ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.વય નિવૃત્ત થયેલ સોમાભાઈ ડી.ચૌધરીએ કેળવણી મંડળને રૂ.25000/- (અંકે રૂપિયા પચ્ચીસ હજાર પુરા) માતબર રકમનો ચેક અર્પણ કરી સંસ્થા પ્રત્યે ઋણ અદા કર્યું હતું. જે બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપરવાઇઝરશ્રી લવજીભાઈ ચૌધરી તથા શિક્ષિકા કોકીલાબેન કે.ચૌધરીએ કર્યું હતું. અંતમાં સૌ સ્વરુચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા.