૬ રાજય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કોર્સ જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં નવસારી કૃષિ યુનિવર્સીટીના ફેકલ્ટી ઓફ ફોરેસ્ટ્રી ના ભાઈઓ તથા બહેનો ૩૦, સ્વ ખર્ચે ૫ ભાઈઓ સહીત કુલ ૩૫ જેટલા ભાઈઓ તથા બહેનો એ તાલીમ લીધી હતી.શિબિરના પૂર્ણાહુતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હારુનભાઈ વિહળ પ્રિન્સિપાલ વાલી એ સોરઠ હાઈ. જૂનાગઢ કે. પી રાજપૂત, પૂર્વ પ્રિન્સિપાલ, SVIM, માઉન્ટ આબુ,ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ,ઉપેન્દ્રસિંહ એમ.રાઠોડના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમનું સંચાલન વિવેક જોશી તથા ભાર્ગવી વાઢેરે કર્યુ હતુ.કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ, ઉપેન્દ્રસિંહ એમ.રાઠોડએ કર્યુ હતુ કેમ્પના તાલીમાર્થી ભાઈઓ સુમિત પીપળીયા,રાહુલ પ્રજાપતિ,દ્વારા કેમ્પ ના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. કે. પી રાજપૂત,પૂર્વ પ્રિન્સિપાલ,SVIM,માઉન્ટ આબુ દ્વારા પર્વતારોહણની તાલીમ ના ઈતિહાસ વિશે જાણકારી આપવામાં આવી તથા આવી સાહસિક તાલીમ શિબિરમાં વધુ ને વધુ જોડાવાની અપીલ કરી અંતે આભાર વિધિ ઇન્સ્ટ્રક્ટર પ્રદીપકુમારે કરી હતી.આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં અંબર વિષ્ણુ રાજસ્થાન,પ્રદીપકુમાર રાજસ્થાન, દશરથ પરમાર પાટણ, માર્ગી રાવલ જૂનાગઢ એ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ