તા.૦૮.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરના વોર્ડ નંબર:૫ ગોધરારોડ પ્રવેશ દ્વાર નજીક ગેસ લાઈનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
આજ રોજ તા.૦૮.૦૪.૨૦૨ બપોરે. ૨:૩૦ કલાકે દાહોદ શહેરના વોર્ડ નંબર:૫ ગોધરા રોડ નજીક પ્રવેશ દ્વાર નજીક આગ લાગતા દાહોદથી ગોધરા તરફ જતા અને ગોધરા તરફથી આવતા વાહનો ગોધરા રોડ પર રોકાયા હતા.ગેસ લાઈનમાં આગ લાગવાની જાણ દાહોદ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરીમાં જોતરાયા હટી અને ગણતરીના કલાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનની જાણ દાહોદ વોર્ડ નંબર:૫ ગોધરા રોડ ના સ્થાનિક કાઉન્સિલરને થતા તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને આગ લાગવાનું કારણ ગેસ લાઈન નજીક પડેલ કચરાના ઢગલામાં આગ લાગતા ગેસ લાઈનમાં આગ લાગવાનું કારણ જણાવ્યુ હતું