GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ખાતરમાં થયેલ ભાવ વધારો પરત ખેંચવા મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત

MORBI:મોરબી ખાતરમાં થયેલ ભાવ વધારો પરત ખેંચવા મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત

મોરબી કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોર ચીખલીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને હાલમાં સરકાર તરફથી ખાતરના ભાવમાં થયેલ ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે રજુઆત કરી છે કે ખાતરના ભાવમાં વધારો કરી ખેડુતોને ડામવાના પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. જેના કારણે ખેડુતોના મનોબળને ઠેસ પહોંચેલ છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ભારતના મોટા ભાગના લોકો ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. તેવામાં જો મનઘડત રીતે ભાવવધારા કરી ખેડુતોને ડામવામાં આવે તો આગામી દિવસોમાં આર્થિક ક્ષેત્રમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે. આપણા દેશમાં મોટા ઉદ્યોગપતિઓને સરકાર તરફથી માતબર લોન આપી દેશ બહાર મોકલી મોજશોખ કરાવવાના બદલે જો આપણા દેશના ખેડુતોને કૃષિ સંશાધનો પુરા પાડી અને યોગ્ય ભાવ તથા સહાય આપી પગભર કરવામાં આવે તો આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવી શકાય તેમ છે. પરંતુ આવા ખાતર સહિતની અનેક ખેતીને લગતી ચીજવસ્તુઓમાં ભાવવધારા તથા પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે દિવસેને દિવસે ગામડાના લોકો શહેર ત૨ફ આકર્ષવા લાગેલ છે. જો આવું અવિરત ચાલુ રહેશે તો આપણી ફળદ્રુપ જમીનો બીનખેડવાણ બની જશે. વધુમાં મો૨બી જીલ્લામાં ચાલુ વર્ષમાં અતિવૃષ્ટિના કારણે ખેડુતોની જમીનોનું ધોવાણ થઈ જતા ૧૦૦% પાક નિષ્ફળ ગયેલ છે. તેવામાં ખાતરમાં ભાવવધારો કરી ખેડુતોની મુશ્કેલીમાં વધારો કરેલ છે. જેથી ખેડુતોને ડામવાના બદલે ખેડુતોને પગભ૨ ક૨વા માટે સરકારના મનઘડત નિર્ણયો ઉપર અંકુશ લાવી ખાતરમાં થયેલા ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે રજુઆત કરાઈ છે.

Back to top button
error: Content is protected !!