
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર
સરસ્વતી વિદ્યા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવ ઉજવાયો.
ભણતર વિનાનું ભાર એટલે સરસ્વતી વિદ્યા મંદિર….
વડનગર શહેરમાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિરમાં ભણવાની સાથે સાથે નવરાત્રી,જન્માષ્ટમી જેવા તહેવારોના મહોત્સવ ખૂબ સારી રીતે ધામ ધૂમથી ઉજવવામાં આવે છે.
તહેવારોમાં દર વર્ષે અલગ અલગ ગુજરાતના નામાંકિત કલાકારો ને આમંત્રિત કરી સ્ટેજ પોગ્રામ કરવામાં આવે છે,
આ નવરાત્રી મહોત્સવ માં નામાંકિત કલાકાર જેવા કે ફરીદા મીર,પ્રકાશ બારોટ જેવા કલાકારોએ તેમના કોકિલ કંઠે માતાજીના ગરબા ગાઈને બાળકોને ગરબે રમવા મગ્ન કર્યા હતા સાથે સ્કૂલનો સ્ટાફ અને વાલીગણ પણ ગરબે રમતા જોવા મળ્યા હતા રાસ ગરબાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વિધાર્થીઓએ ગરબામાં સારું પ્રદર્શન કર્યું હોય તેમને ઇનામ આપવામાં આવ્યું કલાકાર પ્રકાશ બારોટ ના હસ્તે,
ગુજરાતના નામાંકિત કલાકાર ફરીદા મીર અને પ્રકાશ બારોટે શાળા ના સ્ટાફ ગણ અને ટ્રસ્ટી માધુભાઈ ચૌધરીના શૈક્ષણિક, એક્ટિવિટી અને શિસ્ત પાલન બાબતે વખાણ કર્યા હતા.
એસ.વી.એમ સ્કૂલની અંદર બાળક ભણવા ના ભાર થી નહિ પણ જ્ઞાન સાથે ગમ્મત પણ મેળવે છે તેથી બાળકોને સરસ્વતી વિદ્યા મંદિરમાં અભ્યાસ અર્થે રુચિ જાગે છે તેવું બાળકો દ્રારા જાણવા મળ્યું.



