MORBl :ઈ-મેમો બાકી છે? હવે ચેતી જજો ઇ-મેમો ભરવા માટે લોક અદાલત યોજાશે.
MORBi:મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ તથા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (નાલ્સા સુપ્રીમ કોર્ટ), દિલ્હીના નેજા હેઠળ આગામી તારીખ 22 જૂનના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના કોઈપણ નાગરિકોને ટ્રાફિક ચલણની રકમ ચુકવવાની બાકી હોય તો – ટ્રાફિક શાખા રૂમ નં-11 પોલીસ અધિક્ષકની કચેરી મોરબી જિલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, –મોરબી પોલીસ ચોકી ઉપરના માળે છોટાલાલ પેટ્રોલ પમ્પની બાજુમાં શનાળા રોડ મોરબી-1, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન, – વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન, – હળવદ પોલીસ સ્ટેશન, – ટંકારા પોલીસ સ્ટેશન, – માળીયા મિયાણા પોલીસ સ્ટેશન – બીજો માળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મોરબી ખાતે રૂબરૂ આવીને તારીખ 22 જૂન સુધીમાં અથવા તે પહેલાં આવીને ભરી શકાશે.તેમજ ઓનલાઈન ઈ-મેમો ચેક કરવા અથવા ભરવા માટે પ્લે સ્ટોર પરથી VISWAS નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અથવાhttps://echallanpayment.gujarat.gov.in લિંક પરથી ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે. તેમજ ઈ-મેમો બાબતે કોઈ પ્રશ્ન હોય તો ટેલીફોન નં. 02822-242624 અથવા ઈ-મેઈલ ccc morbi@gujarat.gov.in પર સંપર્ક કરી શકાશે.