થરામા શ્રી આઠ પરગણા ગુર્જર વઢિયાર પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા નવીન કારોબારી ચેરમેનનું સન્માન કરાયું
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે થરા નગર પાલિકા માટે ભારતીય જનતા પક્ષના કારોબારી ચેરમેન,પક્ષનાં નેતા અને દંડકની ચૂંટણી માટે મેન્ડેટ (વ્હીપ) અંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે
થરામા શ્રી આઠ પરગણા ગુર્જર વઢિયાર પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા નવીન કારોબારી ચેરમેનનું સન્માન કરાયું..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે થરા નગર પાલિકા માટે ભારતીય જનતા પક્ષના કારોબારી ચેરમેન,પક્ષનાં નેતા અને દંડકની ચૂંટણી માટે મેન્ડેટ (વ્હીપ) અંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે બ.કાં. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ને સત્તા આપતો અધિકાર પત્ર આપતાં જણાવ્યું હતું કે બ.કાં. જિલ્લાની થરા નગર પાલિકા માટે ભાજપના નિશાન પર ચૂંટાયેલા સભ્યો પૈકી રસિકભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ ને કારોબારી ચેરમેન,પૃથ્વીરાજસિંહ સી. વાઘેલા ને પક્ષનાં નેતા અને વિક્રમભાઈ કે.પરમારને દંડક તરીકે ચૂંટી કાઢવા (નિયુક્ત કરવા) અંગેનો મેન્ડેટ (વ્હીપ) આપતા તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ સત્તા સંભાળી છે. ત્યારે આજરોજ તા. ૦૧/૧૧/૨૦૨૪ ના રોજ શ્રી આઠ પરગણા ગુર્જર વઢિયાર પ્રજાપતિ યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ વી.પ્રજાપતિ, ઉપપ્રમુખ ભરતભાઈ પ્રજાપતિ, હરિભાઈ પ્રજાપતિ, કિશોરભાઈ પ્રજાપતિ,કિરીટભાઈ પ્રજાપતિ, ગોવિંદભાઈ પ્રજાપતિ વકીલ સહીત કારોબારી સભ્યો હાજર રહી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી મ્હોં મીઠુ કરી શુભેચ્છાઓ આપી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦