GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI: મોરબીમાં સરકારી યોજનાની સાયકલ થઈ રહી છે ભંગાર
MORBI: મોરબીમાં સરકારી યોજનાની સાયકલ થઈ રહી છે ભંગાર

સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના હેઠળ, સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 8 થી 9 ની વિદ્યાર્થીનીઓને સાયકલ મફત આપવામાં આવે છે. આ સાયકલ શાળાથી દૂર રહેતા વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ પહોંચવા માટે આપવામાં આવે છે. પરંતુ મહત્વની વાત એ છે કે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ ડો.ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલયમાં છેલ્લા ઘણા સમયથી 1200 થી વધુ જેટલી સાયકલ ખુલ્લામાં પડી-પડી સડી રહી છે અને એથી પણ ચોંકાવનારી વાત એ છે કે, કુમાર છાત્રાલયના નાયબ નિયામકને આટલી મોટી સંખ્યામાં સાયકલ કોણ મૂકી ગયું તેની જાણ નથી. બીજી તરફ મોરબીમાં સડી રહેલી 1200 થી વધુ સાયકલો ઉપર હાલમાં ઘાસ ઉગી ગયું છે ત્યારે સરકાર લોલમલોલ ચાલે છે તેનું ઉત્તમ ઉદાહરણ મોરબીમાં જોવા મળ્યું છે.






