GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું દુઃખદ અવસાન

TANKARA:ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું દુઃખદ અવસાન

 

 

ટંકારા: ચારે વેદોનું જ્ઞાન ધરાવનાર અને તેનુ ગુજરાતીમાં અનુવાદ કરનારા એવા ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું દુઃખદ અવસાન થયું છે. જેના કારણે સમગ્ર પંથકમા ભારે શોક છવાઈ ગયો છે. આજે સાંજે 4 કલાકે તેમના નિવાસ સ્થાને અંતિમયાત્રા નીકળશે.
દયાળમુનીનો જન્મ ટંકારામા 28 ડિસેમ્બર 1934ના થયો હતો. દયાળજી માવજીભાઈ પરમારનું 89 વર્ષની વયે નીધન થયું છે તેમણે સંસ્કૃત શિક્ષક, લેખક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, આયુર્વેદ શિક્ષક, શ્રેષ્ઠ વૈદ્ય, સંશોધક, વક્તા, ગાયક, સમાજ સુધારક અને પુસ્તકાધ્યક્ષ સહિતના પદોને શોભાવી રહ્યા હતા.


તેમજ દયાળમુનિએ ચારેય વેદના બધા મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી કુલ આઠ પુસ્તકો આપ્યા છે. તેઓએ અનેક વિદ્યાર્થીઓને શિક્ષા આપી છે. તેઓને અગાઉ પણ આયુર્વેદ ચૂડામણિ એવોર્ડ, લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, આર્ય સમાજ મુંબઈ દ્વારા આર્ય કર્મયોગી પુરસ્કાર સહિત અનેક સન્માનો પણ મળી ચૂક્યા છે. ત્યારે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળતા ટંકારા સહિત મોરબી જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.દયાળમુનીની આજે તબિયત લથડતા તેઓને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા અને તેમની અંતેષ્ઠી આજે સાંજે ચાર વાગ્યે તેમના નિવાસ્થાને એટલે કે લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર 1 પ્રણવ ભવનમાંથી નીકળશે.

Back to top button
error: Content is protected !!