GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી સરકારી પ્રાથમિક શાળા ના શિક્ષિકા મીતાબેન કાચરોલા ની અનોખી સિદ્ધિ સતત ત્રણ વર્ષ થી રાજ્ય કક્ષાએ મેડલ જીત્યા.

MORBI મોરબી સરકારી પ્રાથમિક શાળા ના શિક્ષિકા મીતાબેન કાચરોલા ની અનોખી સિદ્ધિ સતત ત્રણ વર્ષ થી રાજ્ય કક્ષાએ મેડલ જીત્યા.

 

 

તાજેતરમાં તા. ૧૯/૧/૨૬ થી ૨૦/૧/૨૬ દરમિયાન વ્યારા (સોનગઢ) ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ બેડમિંટન ની રાજયકક્ષા ની ટુર્નામેન્ટ માં મોરબીના મીતા આર. કાચરોલા એ બ્રોન્ઝ મેડલ જીતીને મોરબી નું ગૌરવ વધારેલ છે. તેઓ આગામી ૧૫ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન ગોવા ખાતે AICS નેશનલ ટુર્નામેન્ટ માં પણ ભાગ લેવા જઈ રહેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ રાજ્યકક્ષાની બેડમિંટન સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ મેળવી સતત ચેમ્પિયન રહ્યા છે.

ઉપરાંત દિલ્લી ખાતે નેશનલ લેવલ ની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવેલ છે. છેલ્લા આઠ વર્ષથી તેઓ બેડમિંટન સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. જેમાં તેઓ ગયા વર્ષે દિલ્લી ખાતે સેમી ફાઇનલ સુધી પહોંચેલ છે.આગામી કોમન વેલ્થ ગેમ્સ તેમજ ઓલિમ્પિક ની યજમાની ભારત કરવા જઈ રહ્યું છે ત્યારે સરકારી પ્રાથમિક શાળા ના શિક્ષિકા તરીકે ન કેવળ વિધાર્થીઓ માટે પરંતુ શિક્ષક ભાઈ બહેનો માટે પણ રમત ગમત ના ક્ષેત્ર માં એક પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેમની આ સિધ્ધિ ને સી. આર. સી કો. ઓર્ડીનેટર રાજેશભાઈ ઘોડાસરા , બી. આર. સી. કો. ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા એ બિરદાવી છે અને શિક્ષણ વિભાગ માટે ગૌરવ પ્રદ હોવાનું જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!