MORBI:મોરબી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન

MORBI:મોરબી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે, મોરબી સ્થિત શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક અને સ્વસ્તિક વુમન્સ હોસ્પિટલ દ્વારા મહિલાઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક ભવ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૨૫થી વધુ મહિલાઓએ ઉપસ્થિત રહીને આરોગ્યલક્ષી સેવાનો લાભ લીધો હતો.
તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અને તપાસ
કેમ્પમાં ગાયનેકોલોજિસ્ટ ડો. ડિમ્પલ વિરામગામ (MS – ગાયનેક) દ્વારા મહિલાઓને ગાયનેકોલોજી સંબંધિત તપાસ, બેઝિક હેલ્થ ચેક-અપ, તેમજ માસિક અને પ્રજનન આરોગ્ય અંગે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત આજના સમયની ગંભીર સમસ્યાઓ જેવી કે PCOS, ગર્ભાવસ્થા દરમિયાનની કાળજી અને મેનોપોઝ સંબંધિત મૂંઝવણોનું નિરાકરણ કરી યોગ્ય સલાહ આપવામાં આવી હતી.
સાથે જ, ફિઝીયોથેરાપીસ્ટની ટીમ દ્વારા ‘વુમન્સ હેલ્થ ફિઝીયોથેરાપી’ અને રોગોથી બચવા માટે ‘પ્રિવેન્ટીવ હેલ્થ’ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.સંસ્થાઓનો સહયોગ અને નેતૃત્વ આ આયોજનમાં ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝીયોથેરાપીસ્ટ વુમન્સ સેલ (IAPWC), રાજકોટ બ્રાન્ચનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. સમગ્ર કેમ્પનું સંચાલન અને નેતૃત્વ નીચે મુજબના ડોક્ટર્સ દ્વારા કરવામાં આવ્યું હતું:
માર્ગદર્શન: ડો. મુર્ગાનંદં પેર્યાસમે નેતૃત્વ ટીમ: ડો. હિરલ જાદવાની, ડો. રાહુલ છતલાણી, ડો. ધ્વનિ નિમાવત અને ડો. ખ્યાતિ પરમાર.આ નિષ્ણાત તબીબોએ દર્દીઓની તપાસ કરવાની સાથે-સાથે વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગ લીધો હતો. મેનેજમેન્ટ દ્વારા પ્રશંસા શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કૉલેજીસના મેનેજમેન્ટ દ્વારા સંસ્થાના ફેકલ્ટી સભ્યોના આ સેવાભાવી કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. સંસ્થાએ આગામી સમયમાં પણ સ્થાનિક જનતાના સ્વાસ્થ્ય માટે આવા જનહિતલક્ષી કેમ્પોનું આયોજન કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.











