MORBI મોરબી જી.એસ.ટી ટીમ દ્વારા રોટરીગ્રામ (અ.) પ્રા. શાળાની ઓચિંતી વિઝિટ કરી

MORBI મોરબી જી.એસ.ટી ટીમ દ્વારા રોટરીગ્રામ (અ.) પ્રા. શાળાની ઓચિંતી વિઝિટ કરી
જી.એસ.ટી. આસી. કમિશનર મોરબી યોગીતાબેન ગઢવી મેડમે તેમજ સાથે શીતલબેન રૈયાણી જી.એસ.ટી. ઇન્સ્પેક્ટરે મોરબી રોટરીગ્રામ (અ.) પ્રા. શાળાની ઓચિંતી વિઝિટ કરી જેમાં મધ્યાહન ભોજન તેમજ શાળા અને બાળકોને સ્પર્શતી તમામ બાબતો ની ઝીણવટ પૂર્વક તપાસણી કરતા ખુબ સંતોષકારક કામ જોવા મળ્યું. વિઝિટ વખતે અમરનગર ગ્રામ પંચાયત ના સરપંચ રવિભાઈ છત્રોલા અને સી.આર.સી. ચેતનભાઈ જાકાસણીયા પણ હાજર હતા.
આજે જોગાનુજોગ રોટરીગ્રામ (અ.) પ્રા. શાળા ના મદદનીશ શિક્ષક વિનોદકુમાર કાળુભાઈ ફેફર ના જન્મ દિવસ હોય તે નિમિત્તે રોટરીગ્રામ (અ.) શાળા પરિવાર તરફથી તેમની તંદુરસ્તી સારી રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી સાથેસાથે અમારી શાળાની વિઝિટ કરનાર યોગીતાબેન ગઢવી મેડમે પણ એક વૃક્ષારોપણ કરી ઉછેરવાની જવાબદારી સાથે જન્મદિવસની શુભકામના પાઠવી. આજે શાળા મુલાકાત માં શાળા ની દરેક પ્રવૃતિથી પ્રભાવિત થઈ આચાર્ય અને શિક્ષક મિત્રો ની કામગીરી ને બિરદાવી હતી. બાળકો સાથે તિથિભોજન લઈ તેમના બાળપણના સ્મરણો તાજા કર્યા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. શાળા પરિવાર તરફથી આચાર્ય સરડવા મણિલાલ વી. તરફથી આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.






