હાલોલ – ગોપીપુરા રોડ પર અજાણ્યા ડમ્ફર ચાલકે અડફેટમાં લેતા બાઈક ચાલાક નું ઘટના સ્થળે મોત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૬.૨૦૨૫
હાલોલ ગોપીપુરા રોડ પર ક્વોરીમાં મુંજૂરી કામે જઈ રહેલા બાઈક ચાલક ને અજાણ્યા ડમ્ફર ચાલકે અડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માત માં બાઈક ચાલાક નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું બનાવ સંદર્ભે હાલોલ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ હાલોલ તાલુકા ના નવા ઝાંખરિયા અને હાલ ફાર્મ કંપની ની પાછળ છાપરામાં રહેતા સંદીપભાઈ ઉદેસીભાઇ રાઠવા ઉ.વ.૨૭ નાઓ તેમની પત્ની માતા અને ભાઈ બહેન સાથે સંયુક્ત પરિવાર માં રહે છે અને ક્વોરીમાં મજૂરી કરી પરિવારનું ભરણ પોસણ કરે છે આજે સવારે સાડા નવ વાગ્યાના સુમારે પોતાનું બાઈક લઇ ક્વોરીમાં મજૂરી કામે જવા નીકળ્યો હતો.દરમ્યાન ગોપીપુરા રોડ પર જાંબુડી રસુલ ફળિયા પાસે દેસાઈ ફાર્મ ની પાસેથી પસાર થતો હતો.ત્યારે બે ફામ અને પૂરઝડપે પસાર થઇ રહેલા ડમ્ફર ચાલકે બાઈક પર જઈ રહેલા સંદીપ રાઠવાને અડફેટમાં લેતા તે રોડ પર પટકાતા તેને માથામાં તેમજ શરીર પર ગંભીર ઈંજાઓ પામતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે ડમ્ફર ચાલાક ભાગી છૂટ્યો હતો બનાવ ને લઇ રાહદારીઓ એકઠા થઇ ગયા હતા બનાવ ની જાણ પોલીસ તેમજ સંદીપ રાઠવા ના પરિવાર ને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસે પ્રાથમિક તપાસ બાદ અજાણ્યા વાહન સામે ગુનો નોંધી સંદીપ ના મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પીએમ કરાવી તેના પરિવાર ને સોંપ્યો હતો.








