MORBI:ભારત દેશનાં લશ્કરનાં વાયુસેનામાં ૨૦ વર્ષની સેવા ફરજ બજાવીને નિવૃત્ત થયેલા મોરબી હરેશભાઈ કંઝારિયાનું ભવ્ય સ્વાગત
MORBI:ભારત દેશનાં લશ્કરનાં વાયુસેનામાં ૨૦ વર્ષની સેવા ફરજ બજાવીને નિવૃત્ત થયેલા મોરબી હરેશભાઈ કંઝારિયાનું ભવ્ય સ્વાગત
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
દેશ નાં લશ્કર જોડાયેલા દરેક યુવાન નું સન્માન થવું જોઈએ.
જીવાપર ગામ માં માં લશ્કર માં જોડાયેલા યુવાનો નાં સન્માન થાય છે.
ભારત દેશનાં લશ્કર નાં વાયુસેનામાં ૨૦ વર્ષની સેવા ફરજ બજાવીને નિવૃત્ત થયેલા હરેશભાઈ મનજીભાઈ કંઝારિયા પોતાના પરિવાર સાથે વતન મોરબી પહોંચતા તેમના પિતા મનજીભાઈ અને મોટાભાઈ યોગેશભાઈ સહિત સમગ્ર કંઝારિયા પરિવાર અને ગ્રામજનોએ બહુ જ વ્હાલ સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ બાબતે વાત કરીએ તો મૂળ જીવાપર ગામના અને હાલ મોરબીના વાવડી રોડ ઉપર આશાપુરા પાર્કમાં રહેતા નિવૃત આચાર્ય મનજીભાઈ કંઝારિયા નાં નાના પુત્ર હરેશભાઈ વર્ષ ૨૦૦૫ માં દેશના લશ્કરનાં વાયુ સેનામાં જોડાયા હતા અને દેશના જુદા જુદા શહેરોમાં ઉત્કૃષ્ટ સેવા બજાવતા તેમને વર્ષ ૨૦૨૩ 2 માં પ્રસંસા પત્ર એવોર્ડ મળ્યો હતો જેઓ ૨૦ વર્ષની સેવા ફરજ પૂર્ણ કરીને મોરબી આવી પહોંચતા તેમનું ઢોલ ત્રાંસા નાં તાલ સાથે ઉષ્મા ફર્યું સ્વાગત કરવામાં આવ્યું પિતાને અને મોટાભાઈ યોગેશભાઈ ને પગે લાગીને ઘરે પહોંચતાં તેમના મોટા ભાઈ ભાભી અને બહેનોએ કંકુતિલક કરીને આરતી ઉતારીને ઉષ્મા ભર્યુ સ્વાગત કરવામાં આવ્યું ત્યારે હાજર રહેલા સૌ પરિવારમાં અને સ્વજનો ની આંખ ભીની થઈ ગઈ હતી. દરેક પરિવારજનોએ સાલ ઓઢાડી ને સન્માન કર્યું છે આ સમયે પરિવારના વડીલો ગંગારામભાઈ કંઝારિયા, લખમણભાઇ કંઝારીયા, ધરમશીભાઈ કંઝારિયા , યોગેશ ભાઈ કંઝારિયા, કુવરજીભાઈ કંઝારિયા, બાબુલાલ કંઝારિયા, સહિત સગા-વહાલા, બહેન બનેવી સહિત સૌ કોઈએ તેનું સન્માન કર્યું હતું અને અંતમાં પ્રીતિ ભોજન યોજાયું હતું અહીં એ વાત જણાવી દઈએ કે ૬૦૦ ની વસ્તી ધરાવતાં જીવાપર ગામમાં ૪૫ થી વધુ યુવાનો દેશનાં લશ્કરમાં જુદી જુદી કેડરમાં જોડાયા છે. દરેક ક્ષેત્રમાં આ ગામના યુવાનો અને હાલ સિનિયર સિટીઝન ઉંમરે પહોંચેલા વડીલો જે આચાર્ય મનજીભાઈ કંઝારિયા પાસે ભણ્યા છે. ત્યારનો સમય સોટી વાગે છમ.. છમ.. અને વિદ્યા આવે રમ..ઝમ.. એ સમયમાં ભણેલો દરેક યુવાન સારી એવી નોકરીમાં કે સારા ધંધામાં ગોઠવાઈ ગયા છે તે હકીકત છે.