GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી આવતીકાલે વિના મૂલ્યે સુવર્ણપ્રાસન ટીપા કેમ્પનું આયોજન 

MORBI:મોરબી આવતીકાલે વિના મૂલ્યે સુવર્ણપ્રાસન ટીપા કેમ્પનું આયોજન

 

 

છેલ્લા આઠ વર્ષથી દર મહિને પુષ્યનક્ષત્ર પર મોરબીમાં સૌથી વધુ બાળકોને ટીપા પીવડાવ્યા બાદ આ વખતે પણ પુષ્યનક્ષત્ર પર આયુ જીવન આયુર્વેદ તથા શ્રીસોરઠીયા લુહાર જ્ઞાતિ હિતેચછું મંડળ મોરબી દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે *17-9-25 બુધવારે* 85 મો વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાશે. સમગ્ર ગુજરાતમાં એક જ સ્થળે સૌથી વધુ બાળકોને ફ્રીમાં ટીપા પીવડાવવાનો રેકોર્ડ આ કેમ્પના નામે છે.

આ કેમ્પમાં જન્મ થી 12 વર્ષ સુધીના તમામ બાળકોને તથા પ્રેગ્નન્ટ લેડીઝને આ ટીપા વિનામૂલ્યે પીવડાવવામાં આવશે.

જે લોકો પહેલી વખત આ કેમ્પમાં આવે તેમને ત્યાં સ્થળ પર જ સ્વયંસેવકોને કહેવું કે તે તેમના ગ્રુપમાં જોઈન્ટ કરી દે જેથી દર મહિનાની તારીખ તથા સ્થળ તમને મળતા રહે.

સુવર્ણપ્રાશનના ફાયદા : રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જે કોઈપણ રોગ સામે રક્ષણ આપે છે. જેથી કોઈપણ રોગ ઝડપથી આવતા નથી.પાચનતંત્ર મા સુધારો કરે છે,યાદશક્તિ માં વધારો કરે છે.,ગુસ્સો તથા ચીડચીડીયા પણું ઓછું થાય છે.,તાવ, શરદી,ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે.,શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે.,વાન ઉજળો કરે,તેજસ્વી તથા ચપળ બનાવે, નાનપણથી જ એન્ટિબાયોટિક દવાઓથી બાળકોને દૂર રાખે આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી..વધું વિગત માટે સંપર્ક કરો.રાજ પરમાર (આયુ જીવન આયુર્વેદ) મો 97226 66442 – જેનું સ્થળ અને સમય આ પ્રમાણે રહેશે.શ્રીસોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, ઉપરનો વિભાગ (પહેલા માળે) સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી,
તથા પુજારા મોબાઈલ વાળી શેરી,શનાળા રોડ, મોરબીસમય : સવારે 10 થી 1 સાંજે 4 થી 6

Back to top button
error: Content is protected !!