રૈયામાં રાજ્ય કક્ષાની એસ.જી. એફ.આઈ.ની ગટકા રમતની અંડર-૧૭/૧૯ ભાઈઓ-બહેનો ની ટુર્નામેન્ટ યોજાઈ..
દીઓદર તાલુકાના રૈયા ખાતે શ્રીમતી એસ.આર.મહેતા વિદ્યાલય તથા શ્રી રૈયા પ્રા.શાળા ના મેદાનમાં રાજ્ય કક્ષાની એસ. જી.એફ.આઈ.ની ગટકા રમતની અંડર-૧૭ અને અંડર-૧૯ ભાઈઓ-બહેનોની ટુર્નામેન્ટ

રૈયામાં રાજ્ય કક્ષાની એસ.જી. એફ.આઈ.ની ગટકા રમતની અંડર-૧૭/૧૯ ભાઈઓ-બહેનો ની ટુર્નામેન્ટ યોજાઈ..
દીઓદર તાલુકાના રૈયા ખાતે શ્રીમતી એસ.આર.મહેતા વિદ્યાલય તથા શ્રી રૈયા પ્રા.શાળા ના મેદાનમાં રાજ્ય કક્ષાની એસ. જી.એફ.આઈ.ની ગટકા રમતની અંડર-૧૭ અને અંડર-૧૯ ભાઈઓ-બહેનોની ટુર્નામેન્ટ તા. ૧૫ મી નવેમ્બર થી ૧૭ નવેમ્બર ૨૦૨૪ ના રોજ બ.કાં.જિલ્લા રમત ગમત અધિકારી મહેશભાઈ પટેલ ના નેજા નીચે શ્રી ઓગડ વિદ્યા મંદિર થરાના પી.ટી.શિક્ષક ભારમલભાઈ પટેલ,રૈયા પ્રા. શાળાના આચાર્ય,બ.કાં.જિલ્લા શૈક્ષિક સંઘના ઉપાધ્યક્ષ ચેલાભાઈ ડી.પટેલ,શ્રીમતી એસ.આર.મહેતા વિદ્યાલયના આચાર્ય વેલજીભાઈ,શિક્ષક વીરેન્દ્રભાઈ,રઘુભાઈ પટેલ,રૈયા પ્રા.શાળાના શિક્ષક ઇશ્વરભાઈ પટેલ,ચીમનગઢ હાઈસ્કૂલના રઘુભાઈ પટેલ (રૈયા),સોમાભાઈ પરમાર વગેરે શિક્ષકોના સહયોગ થી યોજાઈ હતી.સ્પર્ધામાં શ્રી ઓગડ વિદ્યામંદિર થરાના ચાર ખેલાડીઓ ઠાકોર સુમિતકુમાર, ઠાકોર રાહુલભાઈ,ઠાકોર કિસ્મતજી,ચૌહાણ ગૌતમકુમાર હરેશજી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા હતા.જેઓ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રીય કક્ષાએ રમવા જશે. ત્યારે શ્રી ઓગડ વિદ્યા મંદિરના પ્રમુખ ધીરજકુમાર કે.શાહે અભિનંદન ની સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.ઉત્સાહી આચાર્ય હિમાંશુભાઈ પી.શાહે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦






