હારીજ તાલુકાના સરેલ ખાતે શ્રીગોગા મહારાજ તથા શ્રી વહાણવટી સિકોતર માતાજીની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરાઈ…
હારીજ તાલુકાના સરેલ ખાતે શ્રીગોગા મહારાજ તથા શ્રી વહાણવટી સિકોતર માતાજીની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરાઈ...
હારીજ તાલુકાના સરેલ ખાતે શ્રીગોગા મહારાજ તથા શ્રી વહાણવટી સિકોતર માતાજીની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરાઈ…
હારીજ તાલુકાના સરેલ ખાતે શ્રી ગોગા મહારાજ,શ્રી વહાણવટી સિકોતર માતાજીના મંદિરે કાતરીયા પરિવાર પ્રજાપતિ સમાજના સ્વ.જગમાલભાઈ ઓખાભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા સંવત ૨૦૮૧ ના વૈશાખસુદ-૧૫ ને રવિવાર તા.૧૨/૦૪/૨૦૨૫ ના રોજ સવારે યજ્ઞના આચાર્ય શાસ્ત્રીજી સંજય મહારાજ,કૌશલ મહારાજ, ભરતભાઈ પંડિતના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે પ્રજાપતિ ભાવનાબેન ભાવેશભાઈના યજમાનપદે ભુવાજી અંબારામભાઈ પ્રજાપતિ,ભુવાજી ઈશ્વરભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમા યજ્ઞ યોજાયો હતો.બપોરે ૧૨.૩૯ કલાકે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સાંજે ૫.૧૫ કલાકે પુર્ણાહુતી બાદ આરતી ઉતારી પ્રસાદ આપવામાં આવ્યો હતો. પધારનાર કાતરીયા પરિવારની કુંવાસીઓને સ્વ. જગમાલબા પરિવાર દ્વારા ભેટ પૂજા કરવામાં આવી હતી.સરપંચ વાઘાભાઈ ચૌધરી, મુખી જેમાભાઈ ચૌધરી સહીત પધારનાર મહેમાનો એ યજ્ઞ એવમ શ્રી ગોગા મહારાજના દર્શન કર્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા વિશાલ, અમિત, ભરત,પિન્ટુ સહીત પરિવાર ના દરેક ભાઈઓએ મહેનત કરી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો 99795 21530