MEHSANAVIJAPUR

વિજાપુર મા હાઈસ્કુલ ખાતે પી.એમ શ્રી શાળા નંબર 2 ની કલા મહાકુંભ સ્પર્ધા 2025 અંતર્ગત યોજાઇ

વિજાપુર મા હાઈસ્કુલ ખાતે પી.એમ શ્રી શાળા નંબર 2 ની કલા મહાકુંભ સ્પર્ધા 2025 અંતર્ગત યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના માઢી ગામ ની હાઈસ્કૂલ ખાતે પી એમ શ્રી શાળા નંબર 2 ની કલા મહાકુંભ સ્પર્ધા 2025 અંતર્ગત યોજાઇ હતી. જેમાં પી એમ શ્રી શાળા નંબર 2 ના કુલ 7 વિદ્યાર્થીઓએ કલાકુંભ સ્પર્ધા મા ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓ એ પોતાની વિવિધ કલાનું પ્રદર્શન કર્યું હતુ આ કલકુંભ સ્પર્ધા મા પી એમ શ્રી શાળાની ત્રણ વિધાર્થિનીઓ એક થી ત્રણ ક્રમાંક નંબર મેળવ્યો હતો જેમાં સમૂહ લોકગીત મા હિના બેન ભોઈ પ્રથમ નંબર મેળવ્યો હતો જ્યારે શાસ્ત્રીય સંગીત મા જાનવી બેન સોલંકી એદ્વિતીય નંબર મેળવ્યો હતો અને લોકગીત મા તૃતીય નંબર માયા બેન દેવી પૂજકે મેળવ્યો હતો શાળા શિક્ષિકા હેતલ બેન જે પટેલે લગ્ન ગીત મા પ્રથમ નંબર મેળવ્યો હતો. શાળા ના વિદ્યાર્થીઓ અને વિધાર્થિનીઓ ને સંગીત લોક ગીત અને લગ્ન ગીત નુ માર્ગદર્શન મ્યુઝીક રિસોર્સ સાહિલ ચૌહાણે પૂરું પાડ્યું હતુ. શાળાની વિધાર્થિનીઓ અને શાળા ની શિક્ષિકા બેન સહિતે કલાકુંભ મા સફળતા મળતા શાળા ના બાળકો અને શિક્ષકો અને શિક્ષિકા બેનો મા ખુશી ની લાગણી ઊભી થવા પામી હતી.

Back to top button
error: Content is protected !!