
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૧૯/૦૨/૨૦૨૫
નેત્રંગ ટાઉનના ડેડિયાપડા રોડ પર આવેલ લાલ મંટોડી વિસ્તારમાં કાર્યરત જય અંબે લીટલા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની નેતૃત્વ કળા, સંચાલન શક્તિ, કાર્ય દક્ષિતા વિકસે એ હેતુ થી “ધમાચકડી” ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ “ધમાચકડી” ફનફેરની શરૂઆત ઉપસ્થિત મહેમાનના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. જે બાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ નર્સરી થી લઇ સિનિયર કે.જીના નાના ભુલકાઓએ વિવિધ ડાન્સ કર્યા હતા. સાથે વાલીઓએ પણ પોતાના બાળકો સાથે ડાન્સ રજૂ કર્યો હતો. અંતે ઈનામ વિતરણ ઉપસ્થિત મહેમાનના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જય અંબે લીટલા સ્કૂલના ટ્રસ્ટી નૌતમ જાની, જીત ભાલીયા, યોગીતા ટેલર મેનેજીંગ ડિરેકટર નેત્રંગ, નેત્રંગ પ્રિન્સિપાલ સિવિલ જજ એન.પી.પટેલ, તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ, તાલુકા શિક્ષણાધિકારી સુરેશ વસાવા, સહિત આગેવાનો અને વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ફનફેરને સફળ બનાવ્યું હતુ.


