
આગામી તા. ૩૦ ઓક્ટોબર સુધી જૂનાગઢ સંગ્રહાલય જાહેર જનતા માટે બંધ રહેશે જૂનાગઢ સંગ્રહાલય તાજ મંઝિલ સરદારબાગ સ્થિત ઈમારતનું મરામત અને જાળવણીનું સિવિલ વર્ક અને ઇલેક્ટ્રિકલ વર્ક હાલ શરૂ છે. જેથી જાહેર જનતા,પ્રવાસીઓ, મુલાકાતીઓ માટે આ સંગ્રહાલય તા. ૨૬/૮/૨૦૨૫ થી તા.૩૦/૧૦/૨૦૨૫ સુધી બંધ રાખવામાં આવ્યુ છે.જેની જાહેર જનતા અને સંબંધીઓએ નોંધ લેવા જૂનાગઢ સંગ્રહાલય ક્યુરેટરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




