Halvad:હળવદના કવાડીયા ચેકપોસ્ટ પાસેથી ઈકો ગાંડીમાથી ઈંગ્લીશ દારૂ જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
Halvad:હળવદના કવાડીયા ચેકપોસ્ટ પાસેથી ઈકો ગાંડીમાથી ઈંગ્લીશ દારૂ જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
હળવદ પોલીસે કવાડીયા ચેકપોસ્ટ પાસે વિદેશ દારૂના ૧૩૪ ચપલા અને ઈકો ગાંડી સાથે બે આરોપીને ઝડપાયા
બનાવની મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ માં હોય દરમિયાન પોલીસ હેડ કોસ્ટેબલ વિપુલભાઈ ભદ્રાડીયા તેમજ હરવિજયસિંહ કીરીટસિંહ ઝાલાને મળેલ બાતમી ના આધારે કવાડીયા ચેકસટ પોસ્ટ દરમિયાન વોચ તપાસ દરમિયાન ઈકો ગાડી GJ36AC 8135 ઈકો કારને રોકી તલાસી લેતા ભારતીય બનાવટ ઈંગ્લીશ દારૂના વાઈટ લેસ વોડકા ફોર સેલ ઈન રાજસ્થાન ઓનલી લખેલ ૧૮૦ એમ.એલ ના કુલ ચપલા નંગ ૧૩૪- ઈકો ગાડી ૩.૦૦.૦૦૦મળીને કુલ કિ.૩.૧૩.૪૦૦ મુદામાલ સાથે આરોપી જયેશભાઈ મોહન ભાઈ પરમાર ( ઉવ.૨૪)તથા મોહીત હસમુખભાઈ પરમાર (ઉ.વ ૨૦) બને આરોપી રહે. બસ સ્ટેન્ડ પાછળ તા.હળવદવાળાને પકડી પાડી આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.