MORBI:મોરબી જલારામ ધામ દ્વારા શહેર ના લખધીરવાસ ચોક ખાતે “મયુરનગરી કા રાજા” ગણેશ મહોત્સવ માં દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદ યોજાયો.

MORBI:મોરબી જલારામ ધામ દ્વારા શહેર ના લખધીરવાસ ચોક ખાતે “મયુરનગરી કા રાજા” ગણેશ મહોત્સવ માં દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદ યોજાયો.
મોરબી શહેર ના લખધીર વાસ ચોક ખાતે પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ “મયુરનગરી કા રાજા” ગણેશ મહોત્સવ નુ ભવ્ય તથા દિવ્ય એવુ જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ દ્વારા ગણપતિજી મહારાજ ને મોદક પ્રસાદ ધરવામાં આવ્યો હતો, તે ઉપરાંત દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદ નુ અનેરૂ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યા માં ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આ તકે મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવ ના આયોજક કેયુરભાઈ પંડ્યા, અમુલભાઈ જોશી સહીત ની ટીમ દ્વારા મોરબી જલારામ ધામ ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ચંડીભમર, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, અનીલભાઈ ગોવાણી, પારસભાઈ ચગ, સુનિલભાઈ પુજારા, નીરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, મનોજભાઈ ચંદારાણા, સંજયભાઈ હીરાણી, અમિતભાઈ પોપટ સહીતનાઓનું અભિવાદન કરી સેવા ને બિરદાવી હતી.
સંસ્થા ના અગ્રણીઓ દ્વારા આરતી ઉતારી ગણપતિજી મહારાજ ની આરાધના કરાઈ હતી, તે ઉપરાંત મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવ ના કેયુરભાઈ પંડ્યા સહીતના આયોજકો ને અલૌકીક આયોજન બદલ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.







