MORBI:મોરબી મહાપાલિકા દ્વારા પંચાસર ચોકડી નજીક કાચા પાકા મકાનોનું ડીમોલેશન કરવામાં આવ્યું

MORBI:મોરબી મહાપાલિકા દ્વારા પંચાસર ચોકડી નજીક કાચા પાકા મકાનોનું ડીમોલેશન કરવામાં આવ્યું
મોરબી મહાપાલિકા દ્વારા આજે પંચાસર ચોકડી નજીક ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જેસીબી દ્વારા દુકાનો, કાચા મકાનો અને છાપરા સહિતના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
મોરબી મહાનગર પાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત મુખ્ય રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે પંચાસર ચોકડીથી પંચાસર ગામ તરફ રોડ પર રહેલા દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી મોરબી મહાનગર પાલિકાની દબાણ હટાવો શાખા અને પોલીસના બંદોબસ્ત સાથે રાખીને પંચાસર ચોકડીથી પંચાસર ગામ તરફ જતા રોડ પર દબાણ હટાવાની કામગીરી કરવામાં આવી હતી જે રોડ ૧૮ મીટરનો હોય જેથી રોડ પર આવતા તમામ નાના મોટા દબાણો જેવા કે દુકાન ઓટલા. મકાન ઘર સહિતના દબાણો હટાવવામાં આવ્યા હતા અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો તો વન વિક વન રોડ અંતર્ગત રોડ પર દબાણ હટાવવાની કામગીરી સતત ચાલુ રહેશે તેમ જુનિયર ઈજનેર સુભમ પટેલ દ્વારા જણાવાયું હતું








