MORBI:મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક બાળ કિશોરોને મજુર તરીકે રાખનાર લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુન્હો નોંધાયો
MORBI:મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક બાળ કિશોરોને મજુર તરીકે રાખનાર લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુન્હો નોંધાયો
મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે મહેન્દ્રનગર થી મોરબી કંડલા હાઈવે તરફ જતા નવા બનતા રોડ ઉપર આરોપી લેબર કોન્ટ્રાકટરે સગીર બાળ કિશોરોને મજુર તરીકે રાખી કામ કરવાતો હોવાથી આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગુન્હો રજીસ્ટર કરી આગળ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે મહેન્દ્રનગર થી મોરબી કંડલા હાઈવે તરફ જતા નવા બનતા રોડ ઉપર સગીર બાળ કિશોરો મજુરી કરતા નજરે પડતા તપાસ હાથ ધરતા આરોપી સુરેશભાઈ રામસિંગભાઈ રાઠોડ (ઉ.વ.૩૧) રહે. સરોરી રાઠોડ ફળીયુ જી. દાહોદવાળા લેબર કોન્ટ્રાકટનો ધંધો કરતો હોય જેથી આરોપીએ મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે મહેન્દ્રનગર થી મોરબી કંડલા હાઈવે તરફ જતા નવા બનતા રોડ ઉપર આરોપીએ મજુરી કામનો કોન્ટ્રાક્ટ રાખેલ હોય ત્યારે જાણતા હોવા છતાં સગીર વયના બાળ કિશોરોને પોતે હાઈવે રોડ ઉપર સગીર બાળ કિશોરોને પોતે હાઇવે રોડ ઉપર મજુરી કામનો કોન્ટ્રાકટર રાખેલ હોય જે રોડ રસ્તા ખાતે સગીર બાળ કિશોરોને મજુર તરીકે રાખી તેની પાસે નાના મોટા પથ્થરો હટાવી સાવરણાથી રોડ ઉપર સાફ-સફાઇ તથા ડામર કામમા સેવારીયાથી ડામર કામ ની મજુરી કરાવી બાળકોનુ શારીરિક, આર્થિક શોષણ કરતો હોવાથી સિટી બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી આરોપી વિરુદ્ધ બાળ અને તરૂણ (પ્રતિબંધિત)કાયદાની સને-૧૯૮૬ ની કલમ-૩,૭અને ૧૪(૧) તથા જુવેનાઇલ જસ્ટીસ (કેર એંડ પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન) એક્ટ-૨૦૧૫ ની કલમ ૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.