કાંકરેજ તાલુકાના થરામાં દેશી લોહાણા મુક્તાબેનનું નિધન થતા સ્વ.નો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન.
કાંકરેજ તાલુકાના થરામાં દેશી લોહાણા મુક્તાબેનનું નિધન થતા સ્વ.નો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન.
કરેજ તાલુકાના વહેપારી મથક થરાના અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ધી થરા વિભાગીય નાગરીક મંડળીના મેનેજીંગ ડિરેક્ટર છેલ્લા ઘણા વર્ષોથી જેમણે જલારામ બાપાના રાહે કામ કરવાનો માર્ગ અપનાવેલ અને સદાય સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતા તેમજ થરાની પવિત્ર ભૂમિમાં જમીનથી માંડી પાયાની કામગીરીથી શરૂઆત કરી ભવ્યાતિભવ્ય શ્રી જલારામ બાપાના મંદિરનું નિર્માણ કરનાર શ્રી જલારામ મંદિર થરાના અગ્રેસર કાર્યકર અચરતભાઈ શિવરામભાઈ ઠક્કર (ગોકલાણી) નું ગત તા ૧૩/૦૭/૨૦૨૪ ને શનિવાર ના રોજ ૭૩ વર્ષે અવસાન થયુ હતું. પતિ સ્વ.અચરતલાલ ઠક્કર નો વિયોગ સહન ન થતા ૪૩ દિવસ બાદ તેમના ધર્મ પત્ની મુક્તાબેન ઠક્કરનું તા. ૨૫/૦૮/૨૦૨૪ ને રવિવાર શીતળા સાતમના દિવસે નિધન થતા તેઓની સ્મશાનયાત્રા તા.૨૬/૦૮/૨૦૨૪ ને સોમવાર જન્માષ્ટમીના પવિત્ર દિવસે સવારે ગોકુલ નગર તાણા ખાતેથી નીકળી થરા મુક્તિધામ પહોંચેલ ત્યારે ભાઈ કનુભાઈ ઠક્કર, ભગવાનદાસ બંધુ,સુપુત્રો હર્ષદ
ભાઈ,નિરંજનભાઈ,પૌત્ર રાઘવ,કુંજ, વીર,ક્રિશ,તાણા સરપંચ દશરથભાઈ ઠક્કર,શિક્ષક પ્રહલાદભાઈ ઠક્કર ઉણ, વિજયભાઈ ટેસ્ટી,તરૂણભાઈ ઠક્કર,રાજુ ઠક્કર લાટી,કનુભાઈ પ્રજાપતિ બનાસ સહીત વિશાળ સંખ્યામાં તાણા-થરા નગરજનો સ્મશાનયાત્રામાં જોડાયા હતા. સ્વ. મુક્તાબેન ઠક્કરનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. શ્રધાંજલિ અર્પણ કરી સૌ છુટા પડ્યા હતા.
નટવર. કે. પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦