MORBI મોરબી મકરસંક્રાંતિ પતંગ -દોરાના સ્ટોલ નાખવાની મંજુરી માટે મહાપાલિકા કચેરીમાં લેખિત અરજી કરવાની રહેશે

MORBI મોરબી મકરસંક્રાંતિ પતંગ -દોરાના સ્ટોલ નાખવાની મંજુરી માટે મહાપાલિકા કચેરીમાં લેખિત અરજી કરવાની રહેશે
મોરબી શહેરમાં મકરસંક્રાંતિ તહેવાર દરમિયાન પતંગ, દોરા તેમજ અન્ય તહેવારી ખરીદી વેચાણને સુગમ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત સ્થળોએ સ્ટોલ મુકવાની મંજુરી આપવામાં આવશે જેથી મહાપાલિકા કચેરીમાં લેખિત અરજી કરવાની રહેશે
સ્ટોલ મંજુરી માટે અરજદારે ઓળખપત્ર, વ્યવસાય સંબંધિત જરૂરી લાયસન્સ (જો જરૂરી હોય તો) સ્ટોલ લગાવવાની ચોક્કસ જગ્યા અને ઉપયોગ માટેની વિગતો, અરજી ચકાસણી બાદ મહાપાલિકા દ્વારા યોગ્ય તપાસ કર્યા બાદ મંજુરી આપવામાં આવશે તા. ૧૩-૦૧ સુધી અરજી સ્વીકારવામાં આવશે મહાપાલિકાની મંજુરી વિના કોઈપણ વ્યક્તિ દ્વારા વેપાર કરવો દંડનીય રહેશે આરોગ્ય અને સાફ સફાઈ શરતોનું પાલન ફરજીયાત છે જાહેર માર્ગો અને ટ્રાફિક અવરોધ ઉભો કરનારની મંજુરી રદ કરવામાં આવશે મંજુરી અંગેના તમામ હક્ક અધિકાર મહાપાલિકાને અબાધિત રહેશે







