ભરૂચ શહેરના અયોધ્યા નગરમાં સાધુ વેશ ધારણ કરીને આવેલા ચારથી પાંચ લોકોને સ્થાનિક લોકોએ ચોર સમજી ઘેરી લઈને ટપલી દાવ કર્યો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના અયોધ્યા નગરમાં સાધુ વેશ ધારણ કરીને આવેલા ચારથી પાંચ લોકોને સ્થાનિક લોકોએ ચોર સમજી ઘેરી લઈને ટપલી દાવ કર્યો હતો.જોકે તાત્કાલિક એ ડીવીઝન પોલીસ સ્થળ દોડી આવી તમામને પોલીસ મથકે લાવી અટકાયતી પગલાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં થોડા સમયથી તસ્કરો ફરી રહ્યા હોવાના મેસેજો વાયરલ થયા હોય અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રાત્રી ચોકીદારી કરી રહ્યા છે.ત્યારે શનિવારના રોજ ભરૂચ શહેરના અયોધ્યા નગરમાં આવેલા સંતોષી માતાના મંદિર નજીક ચારથી પાંચ સાધુ વેશમાં આવેલા વ્યક્તિઓએ એક મકાનમાં જમવાનું માંગ્યું હતું.પરતું મકાન માલિકે કઈ પણ નહીં હોવાનું જણાવી તેમને જવાનું કહ્યું હતું.પરતું તે લોકો ત્યાં જ ઉભા રહી મકાન માલિક સાથે વાતચીત કરતા હોય તે સમયે સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકત્ર થઈ જતા મામલો ઉગ્ર બન્યો હતો.જેમાં આ અજાણ્યા સાધુ વેશમાં આવેલા લોકો સાથે ટપલી દાવ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે.
જોકે હાલમાં જિલ્લામાં ચાલી રહેલા મહોલના કારણે જોઈ જાગૃત નાગરિકે એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરી દેતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી તમામ અજાણ્યા સાધુ વેશમાં આવેલા વ્યક્તિઓને એ ડીવીઝન પોલીસ મથકે લાવી અટકાયતી પગલાં લઈને તપાસ હાથ ધરી છે.
જોકે આ મામલે ભરૂચ એ ડીવીઝન પીઆઈ વી.યુ. ગદરિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે,હાલમાં તેમના અટકાયતી પગલાં લઈને તપાસ હાથ ધરી છે.જોકે તેમની પાસેથી કોઈ પણ હથિયાર કે ઘાતક વસ્તુઓ મળી આવી નથી.જેથી સોશ્યલ મીડિયા ફરતા વાયરલ મેસેજો અને અફવાઓથી લોકોને દૂર રહેવા અપીલ કરી છે.કઈ પણ શંકાસ્પદ દેખાય તો પ્રથમ પોલીસને જાણ કરવા પણ જણાવ્યુ છે.




