GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી: માનવતા મહેકી, યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દર્દી માટે તાત્કાલિક રક્તની વ્યવસ્થા કરાઈ

 

MORBI મોરબી: માનવતા મહેકી, યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દર્દી માટે તાત્કાલિક રક્તની વ્યવસ્થા કરાઈ

 

મોરબીમાં 2017 થી કાર્યરત યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
મોરબીની એકમાત્ર સરકારી હોસ્પિટલ ખાતે બ્લડની અછત સર્જાતા હોસ્પિટલ તંત્ર દ્વારા સંસ્થાને મદદ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા તરત જ પોતાના 30 જેટલા સભ્યોને હોસ્પિટલ ખાતે મોકલીને ઇમરજન્સી બ્લડની જરૂરિયાત સમયસર પૂર્ણ કરવામાં આવી હતી જે બદલ દર્દીના પરિવારજનો તથા હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ સભ્યો તથા યુવા શક્તિ ફાઉન્ડેશન નો આભાર વ્યક્ત કર્યો હતો.


“હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન” ના સંકલ્પ સાથે કાર્યરત સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી મોરબી મા ઇમરજન્સી સમયમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાતા બની રહી છે ત્યારે યુવા શક્તિ ફાઉન્ડેશન સમાજના દરેક નાગરિકને આ માનવતાભર્યા અભિયાનમાં જોડાવા આમંત્રિત કરે છે. કોઈ પણ બ્લડની તાત્કાલિક જરૂરિયાત માટે અથવા બ્લડ ડોનેટર તરીકે જોડાવવા માટે સંસ્થાના હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરવા જાણવામાં આવ્યું છે.ચાલો, માનવતા માટે હાથ મિલાવીએ…એક બૂંદ લોહીથી અનેક જીવનોમાં પ્રકાશ પાથરીએ.— યુવા શક્તિ ફાઉન્ડેશન, મોરબી

Back to top button
error: Content is protected !!