MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મનપા દ્વારા શહેરના માર્ગો ને દબાણ મુક્ત કરવા કામગીરી હાથ ધરાઇ

 

MORBI:મોરબી મનપા દ્વારા શહેરના માર્ગો ને દબાણ મુક્ત કરવા કામગીરી હાથ ધરાઇ

 

મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકાના હE વિસ્તારમાં શહેરમાં લાલ બાગ દીવાલ, સર્કીટ હાઉસ, રવાપર રોડ સહિત ની જગ્યાઓ પર અનધિકૃત રીતે કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મોરબી શહેર માં જુના બસ સ્ટેન્ડ રોઠપાસે દુકાનની બહાર રાખેલ માલસામાન જપ્ત કરી જરૂરી કાર્યવાહી કરી હતી. અને માર્કેટિંગ યાર્ડ થી ઉમિયા સર્કલ તેમજ નટરાજ ફાટક થી સર્કીટ હાઉસ પાસે કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દુર કરી ટ્રાફિકની સમસ્યા દુર કરી આ સમગ્ર રોડને એસ્ટેટ અને દબાણ શાખા એ રાહદારી ઓને તથા વાહન વ્યવહાર માટે દબાણ થી મુક્ત કર્યો હતો. આ કામગીરી દરમિયાન 25 જેટલા લોકો જાહેર માર્ગો પર દબાણ કરી ફેરી પ્રવૃતિ કરતાં હોય તેમને એસ્ટેટ શાખા એ દંડ ફટકાર્યો હતો. પંચાસર રોડ નાકે લાકડા નું દબાણ હટાવ્યું તથા નાની વાવડી દબાણ દુર કરવાની કાર્યવાહી એસ્ટેટ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. મોરબી માં નિયમિત શુક્રવારે ભરતી અવધની જાહેર માર્ગ માં અડચણ રૂપ શુક્રવારી બજારને દૂર કરી અવધ નો સંપૂર્ણ માર્ગ મનપાની એસ્ટેટ શાખા એ ખુલ્લો કર્યો હતો. આ કામગીરી દરમિયાન 225 ફેરી કરતાં લોકો નો સામાન જપ્ત કરી, જાહેર માર્ગ પરથી દૂર કરવામાં આવ્યા હતા. જેનાથી આ વિસ્તાર માંથી પસાર થતાં રાહદારી ઓને આવા-ગમન કરવામાં સરળતા રહેશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો માં જેમ કે શનાળા રોડ અને મહેન્દ્રનગર રોડ પર હોડિંગ અને કિઓસ્ક જે મહાનગરપાલિકાની મંજુરી વગર લગાવેલા જણાય છે. જે અન્વયે હોડીંગસ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!