જિલ્લા રમત સંકુલ-રાજપીપલા ખાતે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં તા. ૧૭મી સપ્ટેમ્બરથી સેવા અને પ્રકૃત્તિ સંવર્ધનને લગતા ત્રણ મહત્વપૂર્ણ અભિયાનનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વચ્છતા અભિયાન અને એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લાને વધુ હરિયાળો બનાવવા માટે વહીવટી તંત્ર અને વિવિધ શૈક્ષણિક-સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહી છે. ત્યારે જિલ્લા રમત સંકુલ-રાજપીપલા ખાતે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી વિષ્ણુભાઈ વસાવા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દિલીપભાઈ દેસાઈ, શ્રી ભરતભાઈ તેમજ કોચ અને તાલીમાર્થીઓ જોડાયા હતા.